વિચારશીલ લોકો જ્ઞાતિવાદમાં માનતા નથી. તેમાં આપ શું કહો છો?

હું માનવ સેવા અને રાષ્ટ્રવાદને માનું છું. દુનિયાની તમામ વ્યવસ્થાઓ અરસપરસ વિશ્વાસથી ચાલી રહી છે. તંદુરસ્ત વ્યવસ્થાને કટ્ટરપંથી માનસિક્તા નુકસાન પહોંચાડે છે. કટ્ટરપંથી માનસિક્તા ધરાવતાં લોકો જ્ઞાતિવાદ તથા ધર્મવાદને પ્રોત્સાહન આપે છે અને લોકોને ગુમરાહ કરે છે. જ્ઞાતિવાદ અને ધર્મવાદ થકી અનેક તણાવો દેશ અને દુનિયામાં ઉભા થયા છે. વ્યક્તિ ગમે તે જ્ઞાતિમાં જન્મ્યો હોય તેની સાથે કોઈ લેવા-દેવા નથી. પરંતુ એ કેવા પ્રકારનું કર્મ કરે છે અને તેના કેવા વિચારો છે તે મહત્વનું છે. સારું કર્મ કરનાર અને સારી વિચારધારા ધરાવનાર લોકોને જો યોગ્ય જવાબદારી આપવામાં આવે તો વિકટ પ્રશ્ન પણ હલ થઈ શકે છે.