કન્યા ભૃણહત્યા રોકવા લોક જાગૃતિ માટેનાં તમે કેવા પ્રકારનાં કાર્યક્રમો શરૂ કર્યા?

q3

                વર્ષ ૨૦૦૩થી અમોએ પાણી બચાવો અભિયાનની સાથે બેટી બચાવો અભિયાન કાર્યક્રમને જોડી દીધો. દરેક સભામાં બેટી બચાવોનો વિષય રાખવાનો શરૂ થઈ ગયો.

        બેટી બચાવો અભિયાનની વિશેષ જાગૃતિ માટે વર્ષ ૨૦૦૬માં સુરત ખાતે ઐતિહાસિક “બેટી બચાવો મહાલાડું” કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ૧૨ લાખ લોકો ઉપસ્થિત રહ્યા. ગુજરાતનાં ૩૫ લાખ પરીવારોને દરેક ગામો અને શહેરોમાં પ્રસાદીરૂપ બોક્સ મોકલવામાં આવ્યા.

        ભૃણહત્યારૂપી કલંકને મીટાવવા માટે વર્ષ ૨૦૦૭માં “ભૃણહત્યારૂપી રાક્ષસી વિચારનાં દહન”નો કાર્યક્રમ સૌરાષ્ટ્રનાં ઉમરાળા તાલુકાનાં દેવળીયા ગામે કરવામાં આવ્યો હતો.

        વર્ષ ૨૦૦૮માં “સર્વે સમાજ બેટી બચાવો યાત્રા સુરત થી સોમનાથ” નું આયોજન કરવામાં આવ્યુ હતું. આ યાત્રાથી સમગ્ર ગુજરાતમાં વિશેષ જાગૃતિ આવી.

        સંસ્થા દ્વારા હજારોની સંખ્યામાં નાના–મોટાં કાર્યક્રમો કરી બેટી બચાવો અભિયાનને વેગ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો. તેમજ વિવિધ સમાજો અને સંસ્થાઓ દ્વારા આવા અનેક કાર્યક્રમો થવા લાગ્યા. કન્યા ભૃણહત્યા રોકવાની વિશેષ જાગૃતિ માટે લાખોની સંખ્યામાં પત્રિકાઓ છપાવી. આવી રીતે બેટી બચાવો અભિયાનને જન–જન સુધી લઈ જવાનાં પ્રયાસો થયા.