“કન્યા ભૃણહત્યારૂપી રાક્ષસી વિચારોનાં દહન”નો કાર્યક્રમ કેવા પ્રકારનો હતો તે જણાવો.

q5

                વર્ષ ૨૦૦૭માં જળસંચય અને બેટી બચાવો અભિયાન માટે એક વિશાળ કાર્યક્રમનું આયોજન સૌરાષ્ટ્રમાં કરવામાં આવ્યું હતું. કન્યા ભૃણહત્યારૂપી રાક્ષસી વિચારને લોક માનસમાંથી કાયમી તિલાંજલિ આપવા માટે અમોએ એક રૂપરેખા બનાવી કે, “આ કાર્યક્રમનાં આગલાં દિવસે ગામનાં ભાઈઓ-બહેનો ભેગા થાય અને ઘાસમાંથી એક રાક્ષસનું પુતળું બનાવવામાં આવે અને ગામ સભામાં ગામની અંદર કદી કન્યા ભૃણહત્યા ન થાય એવા શપથ લેવરાવામાં આવે, કન્યા ભૃણહત્યારૂપી રાક્ષસી વિચારને આપણા ગામમાંથી કાયમી તિલાંજલિ આપવી છે અને આ રાક્ષસી વિચારને આપણે કાયમી માટે દહન કરી દેવો છે. તેથી આ બનાવેલ રાક્ષસનું પુતળું લઈ “સૌરાષ્ટ્ર જલધારા ટ્રસ્ટ” આયોજીત કાર્યક્રમમાં આપણે ગામના ભાઈઓ-બહેનો જઈશું. ગામો-ગામથી આવી રીતે લોકો ભૃણહત્યારૂપી રાક્ષસના પુતળાઓ લઈને આવ્યા. ઉમરાળા તાલુકાનાં દેવળિયા ગામે કાર્યક્રમનાં સ્થળે વિશાળ રાક્ષસ બનાવવામાં આવ્યો હતો અને તેની સાથે ગામો-ગામથી આવેલ કન્યા ભૃણહત્યારૂપી રાક્ષસનાં વિશાળ પુતળાઓ રાખવામાં આવ્યા હતા. મોટી સંખ્યામાં ઉપસ્થિત ભાઈઓ-બહેનોએ શપથ લીધા કે “અમો કદી કન્યા ભૃણહત્યા નહિ કરીએ અને અન્યને ભૃણહત્યા કરતાં રોકીશું.” આ સાથે “કન્યા ભૃણહત્યારૂપી રાક્ષસી વિચારને દહન” કરવાનો કાર્યક્રમ શરૂ થયો અને પુતળાઓને સળગાવવામાં આવ્યા. ગામો-ગામથી કન્યા ભૃણહત્યારૂપી રાક્ષસી વિચારને સૌ ગામનાં લોકોએ ભેગાં મળી દેવળીયાના કાર્યક્રમમાં દહન કરી કન્યા ભૃણહત્યા રોકવાની વિશેષ જાગૃતિ લાવવાનું કામ કર્યું. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રી સહીત ઉપસ્થિત તમામ આગેવાનોએ દરેક શહેરો અને ગામોમાં કન્યા ભૃણહત્યા ન થાય તેની વિશેષ જાગૃતિ લાવવા માટે મોટી સંખ્યામાં આવેલા ભાઈઓ-બહેનોને માર્ગદર્શન આપ્યું. આ રીતે લોકોમાં કન્યા ભૃણહત્યા રોકવા માટેની વિશેષ જાગૃતિ આવે તેવા પ્રયાસો થયા.