અમારા વિષે

Mathurbhai and Village people at site.
Mathurbhai and Village people at site.

ખૂબ જ અચોક્કસ ચોમાસાને લીધે સૌરાષ્ટ્ર પ્રદેશના લોકો દુષ્કાળ અને પીવના પાણીની તંગીની ભયાનક સ્થિતિ સહન કરે છે. અમારા પ્રમુખ (મથુરભાઇ) આ પરિસ્થિતિ પર કેવી રીતે કાબુ મેળવવો તેનો વર્ષોથી વિચાર કરતા હતા. આવી જ ચિંતા અને વિચારધારા ધરાવતા અમુક મિત્રો સાથે, 1991 માં તેઓએ સૌરાષ્ટ્ર જલધારા ટ્રસ્ટ (એસજેટી) ની સ્થાપના કરી. જમીન પર પડતા વરસાદના પાણીનું ટીપે ટીપું તે જ જમીનની અંદર કેવી રીતે જાળવી રાખવું તે માટે સુરતનું આ NGOલોકોમાં જાગરૂકતા નિર્માણ કરી રહ્યું છે.

શરૂઆતમાં તેઓએ (પ્રમુખે) તેમના મિત્રો સાથે થોડા વિસ્તારમાં વરસાદી પાણીનું સંવર્ધન કરવાના પ્રયાસો કર્યા. તેઓએ જાતે તેમના પોતાના ખોપાલા ગામમાં એક વિશિષ્ટ મોડલ બનાવ્યું જ્યાંવરસાદી પાણી જમા કરવા માટેનીપરિસ્થિતિ પ્રતિકૂળ હતી. સફળતા અને મોલની વધારે પેદાશ મળવાથી આ ટ્રસ્ટે તે જ વર્ષે પદયાત્રા અને ગ્રામસભાઓ દ્વારા લોકોમાં જાગરૂકતા નિર્માણ કરવાનું “અભિયાન” શરૂ કર્યું.

પ્રમુખસાથે સુરતમાં વસતા ટ્રસ્ટીઓએ સૌરાષ્ટ્રની છેક 255 વખત મુલાકાત લીધી. 1035 દિવસોમાં 2200 ગ્રામસભાઓ અને ગ્રામ સમિતિ સભાઓ સંબોધી. 1991 માં સુરત ખાતે તેઓએ મુખ્ય મંત્રીની હાજરીમાં લગભગ 3 લાખ લોકોની એક વિશાળ “મહાસભા” દ્વારા પ્રયાસ કર્યો. જેમાં તેઓને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો અનેજેસીબી મશીનો ખરીદવા માટે દાન મેળવ્યું અને સૌરાષ્ટ્રના ગામોના આગેવાનોએ ઓછામાં ઓછી 3000 ગ્રામ સમિતિઓનીરચના કરી. જાગરૂકતા નિર્માણ કરવાથી લોકોએ ચેક-ડેમ યોજનાઓમાં ભાગ લીધો અને એસજેટીની સામેલગીરી પર ભરોસો રાખીને 175 કરોડ રૂપિયાનુંયોગદાન આપ્યું.

સરકારે 60:40 ના ગુણોત્તરમાં સરદાર પટેલ સહભાગી જલસંચય યોજનાની ઘોષણા કરી. યોજનાના પ્રથમ તબક્કામાં એસજેટી અને ગ્રામ સમિતિઓ દ્વારા કરવામાં આવેલ પ્રયાસો દ્વારા જેટલા પણ ચેક-ડેમ બાંધવામાં આવ્યા, પહેલા જ ચોમાસા દરમ્યાન છલકાવા લાગ્યા. ખેડૂતોને મબલક પાક ઉત્પાદનનો ખૂબ લાભ મળ્યો. જમીન સંપાદનનો અતિ- સંવેદનશીલ ભાગ હજી ચિત્રમાં નહોતો આવ્યો કારણ કે તેની આવશ્યકતા નહોતી. એસજેટીના પ્રમુખે અને તેની ટીમે જેસીબી મશીન મફતમાં આપીને અને સિમેંટના ખર્ચમાં ફાળો આપીને ગ્રામ સમિતિને કેવી રીતે મદદ કરવી તે નક્કી કર્યું.આમ લોકોનેકરવો પડતો ખર્ચ ઘટે છે. આમ વધારેને વધારે ગામો તેમના પરિસરમાં અસંખ્ય ચેક-ડેમો બંધાવવાના પ્રસ્તાવો સાથે બહાર આવ્યા.

આવી મોટી કટોકટીના સમયે, કેવી રીતે શરૂઆત કરવી, ક્યાંથી શરૂઆત કરવી અને પાણી ફરી ભરાયતે માટે કેટલો મોટો વિસ્તાર પસંદ કરવો એ મુખ્ય પ્રશ્ન હતો. મોટા વિસ્તારની પસંદગીમાં લોકોની એકતા અને તેમનું સહકાર્ય અપેક્ષિત હતું જે મેળવવું ખૂબ જ મૂશ્કેલ હતું! કારણ કે તેની સામે એકલા અટુલા ડેમો કંઇ જ પરિણામ ન આપી શકે! આસપાસનો એક નાનો વિસ્તાર પણ સંકટનુંનિરાકરણ ન કરી શકે! તો પછી શું અને કેવી રીતે કરવું? ઊંડી વિચારણા અને મનોમંથન કર્યા પછી તેમણે તેમનું પોતાનું “ખોપાલા” ગામ નક્કી કર્યું જ્યાં આવી ચેક-ડેમ યોજના લાગુ કરવી અને પાણીનાસંકટથી મુક્ત એક મોડલ ગામ બનાવીને તેને સંપૂર્ણ સૌરાષ્ટ્રના લોકો સામે મૂકવું.તેમના ગામમાં પણ મતભેદ હતા અને લોકો અલગ અલગજૂથમાં વહેંચાયેલાહતા. તેમને લાગ્યું કે આવી યોજના એકલા હાથે સફળતાપૂર્વક પૂરી કરી શકાય નહિ. તે ગ્રામલોકોના કેવળ સંયુક્ત અને સામૂહિક પ્રયાસો અને શ્રમ તથા નાણાકીય ફાળાથી જ શક્ય થઇ શકે છે. તેથી, તેઓએ સૌ પ્રથમ તો, સુરતમાં સ્થાયી થયેલા તેમના ગામના ઉત્સાહી લોકો સામે યોજનાઓ મૂકી.

આ લોકોનો પૂર્ણ સહકાર અને વિશ્વાસ મેળવ્યા પછી તેઓએ આ યોજના માતૃભૂમિ પ્રત્યે પ્રેમ અને લાગણી ધરાવતા ધનવાન લોકો સામે મુકી. આ લોકોએ ચેક-ડેમ યોજનાના આવા શ્રેષ્ઠ અને નિસ્વાર્થી કામ માટે પૂરૂં સમર્થન અને સહાકાર આપવાનું વચન આપ્યું. ઉત્સાહી યુવાનો તેમ જ માદરેવતન પ્રત્યે લાગણી ધરાવતા લોકો પાસેથી આવું સમર્થન અને સહકાર્ય મેળવ્યા પછી હવે આગળ વધવામાં કોઇ મુખ્ય અડચણ રહેતી ન હતી. તેઓએ ઉત્સાહી લોકોની એક સમિતિ બનાવી અને સમિતિ તથા સુરતમાં સ્થાયી થયેલા અન્ય મિત્રોની મદદથી ગ્રામલોકોને ચેક-ડેમ યોજના સમજાવી અને તેના ફાયદાઓનું વર્ણન કર્યું. તેઓએ સામૂહિક અને સંયુક્ત કામના ફાયદાઓનું પણ વર્ણન કર્યું. ગ્રામલોકોએ પૂર્ણ સમર્થન માટે તેમની સંમતિદર્શાવી.

ગ્રામલોકોને એકઠા કર્યા પછી, ચેક-ડેમોનું કામ શરૂ કરવામાં આવ્યુ અને છ (6) મહિનામાં તો 200 ચેક-ડેમો અને 10 જળાશયો નું કામ પૂરૂં કર્યું. પહેલા જ વરસાદમાં બધા ચેક-ડેમો અને તળાવો છલકાઇગયા અને ગ્રામલોકોને કેવળ પાણીની કટોકટીથી જ રાહત ના મળી પરંતુ સિંચાઇ માટે પણ પાણી મળવા લાગ્યુ. કુવાઓમાં અને બોરમાં જળ સ્તર 50 થી 60 ફૂટ ઊંચું આવ્યુ. ખોપાલા ગામની ખેતીલાયક જમીનોના ભાવો બમણા થયા. ગામના લોકો મથુરભાઇ ના આવા સર્જનાત્મક કામથી ખૂબ જ ખુશ થયા પરંતુ શ્રી મથુરભાઇ કેવળ તેમના ગામ પૂરતી જ આ યોજનાથી સંતુષ્ટ નહોતા. તેઓની ઇચ્છા હતી કે આખા ગુજરાતમાંથી પાણીનાસંકટની સમસ્યા ઉકેલવામાં આવે.

તેમણે વિચાર કર્યો કે કેવળ આખા ગુજરાતમાં સમસ્યાનાનિરાકરણ માટે ગામલોકોમાં “ઇચ્છા શક્તિ” હોવી જરૂરી છે. જો ગામના લોકો તેમના પોતાના ગામની જવાબદારી લે અને તેમના ગામોમાં “ઇચ્છા શક્તિ” દ્વારા ચેક-ડેમ યોજનાનું કામ શરૂ કરે તો ગુજરાતમાં પાણીની કટોકટીની સમસ્યા ઉકેલવીમૂશ્કેલ નથી. તો પછી પ્રશ્ન થાય છે કે સંપૂર્ણ ગુજરાતના ગામડાઓના લોકોની “ઇચ્છા શક્તિ’ કેવી રીતે જાગૃત કરવી. શ્રી મથુરભાઇ સવાણી અને અન્ય ટ્રસ્ટીઓ દ્વારા સ્થાપિત સૌરાષ્ટ્ર જલધારા ટ્રસ્ટ સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના લોકોની “ઇચ્છા શક્તિ” જાગૃત કરવાનું આ કામ કરે છે જેથી સ્વ-હસ્તે જ પાણીની કટોકટીને ઉકેલવામાં આવે.