આધુનિક સિંચાય પદ્ધતિ

સામુહિક ધોરણે બનેલ ચેકડેમ યોજ્નાના પરિણામે સંગ્રહ થયેલ પાણીનો કરકસર પૂર્વક ઉપયોગ પણ તેટલોજ જરૂરી હતો તેથી ટ્રસ્ટના પ્રમુખ મથુરભાઈ સવાણી તથા અન્ય ટ્રસ્ટીઓંએ ઈઝરાઈલની મુલાકાત લીધી હતી ઈઝરાઈલ એક એવો દેશ છે જ્યાં ઓછો વરસાદ હોવા છતાં પાણીની કરકસર પૂર્વક વપરાશ થી સારું એવું ખેત ઉત્પાદન મેળવે છે. ઈઝરાઈલની સિંચાય પદ્ધતિનો અભ્યાસ કર્યા પછી ટ્રસ્ટનાં જાહેર કાર્યક્રમમાં તેમજ સાહિત્ય દ્વારા આ વાત ખેડૂતોને સમજાવતા જેના પરિણામે આજે ઘણા ખેડૂતો આ પદ્ધતિ અપનાવી રહ્યા છે અને તેના ફાયદાઓ પણ મળે છે.