વર્ષ ૨૦૦૮માં સુરતની બે લાખ દીકરીઓએ કન્યા ભૃણહત્યા રોકવાની વિશેષ જાગૃતિ માટે પત્રો લખ્યા તે કેવા પ્રકારનો કાર્યક્રમ હતો?

q6

                કન્યા ભૃણહત્યા રોકવાની વિશેષ જાગૃતિ માટે અલગ-અલગ પ્રકારનાં કાર્યક્રમો જરૂરી હતા. તેમાંનો એક કાર્યક્રમ હતો કે, “દીકરીઓ ખુદ કન્યા ભૃણહત્યા રોકવા માટેની અપીલ કરે.” વર્ષ ૨૦૦૮માં સુરતની ૨૨૬ સ્કૂલોની બે લાખ દીકરીઓએ ફક્ત ૧૨ મીનીટમાં ગુજરાતનાં ૧૮ હજાર ગામોને બે લાખ પત્રો લખ્યા. એક ગામમાં એવરેજ ૧૦ પત્રો લખાયા. મંદિરોના પુજારી, સ્કુલોના શિક્ષકો, સહકારી મંડળી, સખી મંડળ, દૂધ મંડળી, પંચાયત ઓફીસ, આવી રીતે દરેક ગામોમાં પત્રો મોકલવામાં આવ્યા. બપોરનાં ૧૨:૧૫ કલાકે અલગ-અલગ સ્કૂલોમાં એક દીકરીએ એક પત્ર એ રીતે બે લાખ દીકરીઓએ પત્ર લખવાનું શરૂ કર્યું. ફક્ત ૧૨ મીનીટમાં બે લાખ પત્રો લખાયા. પત્રોમાં દીકરીઓએ લખ્યું કે, હું સુરતની એક દીકરી તરીકે પત્ર દ્વારા આપને અપીલ કરું છું કે તમારા ગામનાં ભાઈઓ બહેનોને ભેગા કરો, બેટી બચાવો અભિયાનની માહિતી આપો, તમારા ગામનું જળ એક કળશમાં રાખો અને તે જળની સાક્ષીમાં શપથ લેવરાવો કે “ગામમાં કોઈ પરીવારમાં કદી કન્યા ભૃણહત્યા નહિ થાય, દરેક ઘરે દીકરી જન્મે, દીકરા અને દીકરીને એક દ્રષ્ટીથી જોઈશું” એવા શપથ લેવાય અને ‘સૌરાષ્ટ્ર જલધારા ટ્રસ્ટ’ દ્વારા ‘સર્વે સમાજ બેટી બચાવો યાત્રા – સુરતથી સોમનાથ’ ટૂંક સમયમાં નીકળી રહી છે તે યાત્રાનાં રૂટમાં આપના ગામનાં નજીકનાં વિસ્તારમાં જળની સાક્ષીમાં લેવાયેલ શપથ જળ-કળશ યાત્રાને અર્પણ કરો અને કન્યા ભૃણહત્યારૂપી કલંકને આપણે સૌ જાગૃત થઈ મીટાવીએ. આ પત્ર ગામોગામ પહોચ્યા. દીકરીઓના ભાવભર્યા પત્રો ગામ લોકોના હર્દય સુધી પહોચ્યા. ગામોગામ સભા થવા લાગી, લોકો જળની સાક્ષીમાં કન્યા ભૃણહત્યા રોકવાના શપથ લેવા લાગ્યા અને દીકરી તથા દીકરાને સમાન દ્રષ્ટીએ જ જોવા જોઈએ તેવી વાતો કરવા લાગ્યા. આથી કન્યા ભૃણહત્યા રોકવા માટેની સમગ્ર ગુજરાતમાં જાગૃતતા આવી.