ખેતીમાં ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરવાથી ઘણા બધા ફાયદાઓ મળે છે.

  • પાણીની બચત થાય છે.
  • નિંદામણ ખર્ચ ઘટે છે.
  • ખેડ કરવાનો ખર્ચ ઘટે છે.
  • ખાતરની જરૂરીયાત ઘટે છે.
  • દવાઓની જરૂરીયાત ઓછી થાય છે.
  • દરેક છોડને એક સરખું પાણી અને ખાતર મળે છે.
  • દરેક છોડનો એક સરખો વિકાસ થાય છે.
  • પાકની ગુણવતા સારી આવે છે.
  • પાક વહેલા પાકે છે.
  • પાકનું ઉત્પાદન વધે છે.
  • ઉત્પાદનની ક્વોલીટી સુધારે છે.
  • રાત્રે ખેતરમાં જવાની જરૂરીયાત રહેતી નથી.
  • પાણી વાળવાનો ખર્ચ નાબુદ થાય છે.
  • ચાલુ પાણીએ લલણી શક્ય છે.
  • ઉર્જાની બચત થાય છે.
  • ખારલેન્ડ જમીન થતી અટકે છે.
  • જમીન કાયમી ઉપજાવ રહે છે.
  • ભૂતળમાં બચેલા પાણીના હિસાબે એક દુષ્કાળનો સામનો કરી શકીએ.
  • ઢાળ ઢોળ વાળી જમીનમાં એક સરખો પાક થાય છે.
  • અનિયમિત વરસાદથી પાક નિષ્ફળ જતો નથી
  • સિંચાય માટે ખારા પાણીનો ઉપયોગ નિવારી શકાય છે.
  • પવનથી છોડ આડો પડતો નથી
  • ક્યારા પાળાની જગ્યા બચવાથી પિયત વિસ્તાર વધે છે.

આવી રીતે ટપક સિંચાય પધ્ધતિ અપનાવવાથી ચારે બાજુથી ફાયદાઓ થાય છે. દરેક ખેડૂત ટપક સિંચાય પધ્ધતિથી જ ખેતી કરે તો દેશમાં કૃષિ ક્ષેત્રે બહુ મોટી ક્રાંતિ થઇ શકે.