ખેતીમાં ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરવાથી ઘણા બધા ફાયદાઓ મળે છે.
- પાણીની બચત થાય છે.
- નિંદામણ ખર્ચ ઘટે છે.
- ખેડ કરવાનો ખર્ચ ઘટે છે.
- ખાતરની જરૂરીયાત ઘટે છે.
- દવાઓની જરૂરીયાત ઓછી થાય છે.
- દરેક છોડને એક સરખું પાણી અને ખાતર મળે છે.
- દરેક છોડનો એક સરખો વિકાસ થાય છે.
- પાકની ગુણવતા સારી આવે છે.
- પાક વહેલા પાકે છે.
- પાકનું ઉત્પાદન વધે છે.
- ઉત્પાદનની ક્વોલીટી સુધારે છે.
- રાત્રે ખેતરમાં જવાની જરૂરીયાત રહેતી નથી.
- પાણી વાળવાનો ખર્ચ નાબુદ થાય છે.
- ચાલુ પાણીએ લલણી શક્ય છે.
- ઉર્જાની બચત થાય છે.
- ખારલેન્ડ જમીન થતી અટકે છે.
- જમીન કાયમી ઉપજાવ રહે છે.
- ભૂતળમાં બચેલા પાણીના હિસાબે એક દુષ્કાળનો સામનો કરી શકીએ.
- ઢાળ ઢોળ વાળી જમીનમાં એક સરખો પાક થાય છે.
- અનિયમિત વરસાદથી પાક નિષ્ફળ જતો નથી
- સિંચાય માટે ખારા પાણીનો ઉપયોગ નિવારી શકાય છે.
- પવનથી છોડ આડો પડતો નથી
- ક્યારા પાળાની જગ્યા બચવાથી પિયત વિસ્તાર વધે છે.
આવી રીતે ટપક સિંચાય પધ્ધતિ અપનાવવાથી ચારે બાજુથી ફાયદાઓ થાય છે. દરેક ખેડૂત ટપક સિંચાય પધ્ધતિથી જ ખેતી કરે તો દેશમાં કૃષિ ક્ષેત્રે બહુ મોટી ક્રાંતિ થઇ શકે.