- વિનામૂલ્યે સિમેન્ટ વિતરણ :-
સૌરાષ્ટ્ર જલધારા ટ્રસ્ટનાં જનજાગૃતિ અભિયાનના ફળ સ્વરૂપે જે જે ગામોએ વરસાદી પાણી રોકવા માટે સામુહિક ધોરણે ચેકડેમ યોજના અપનાવવાનો નિર્ણય કરીને બીજા ગામોને પણ પ્રેરણારૂપ બન્યા છે. એવા ગામોને ટ્રસ્ટે પ્રોહ્ત્સાહન રૂપે વિનામૂલ્યે ગામ દીઠ ૨૦૦૦ થેલી સિમેન્ટની સહાય આપી છે. અલગ અલગ ગામોમાં ટ્રસ્ટ દ્વારા કુલ ૨,૦૦,૦૦૦ થેલી સિમેન્ટનું વિનામુલ્યે વિતરણ કરવામાં આવેલ છે.
- આર્થીક યોગદાનમાં મધ્યસ્થી :-
સૌરાષ્ટ્રનાં ઘણા ગામોમાં ટ્રસ્ટનાં પ્રમુખ મથુરભાઈ સવાણીએ ગામ સભાઓ યોજીને સામુહિક ધોરણે ચેકડેમ યોજના અપનાવવી જોઈએ એવું દ્રઢ કરાવ્યું . ચેકડેમની આ યોજનામાં સરકારશ્રીએ તેમજ ગામજનોએ એમ બન્નેએ આર્થીક યોગદાન કરાવતા હતા. સરકારશ્રીમાંથી તો ટ્રસ્ટનાં પ્રમુખશ્રી મથુરભાઈ પોતાની શક્તિ કામે લગાડી જરૂરી રકમ લાવી અપાવતા પરંતુ લોકફાળા બાબતે થોડી મુશ્કેલી હતી. ગામ લોકો ફંડ આપવા તૈયાર હતા છતા તેમાં હજુ વધારે જરૂર હતી. ટ્રસ્ટનાં પ્રમુખે આ બાબત દરેક ગામનાં આર્થીક રીતે સુખી લોકોનો સંપર્ક કરવાનું વિચાર્યું અને ત્યાર બાદ દરેક ગામોમાં આવા સુખી સંપન્ન લોકોની યાદી તૈયાર કરીને ગ્રુપ મીટીંગો કરતા અને દરેક લોકોના હદય વતનને માટે કંઈક કરી છુટવાની ભાવના જે હૃદયમાં પડેલી હતી તેને જાગૃત કરવાનું કામ કરતા અને આવા સુખી સંપન્ન લોકો મથુરભાઈ ની વાતથી પ્રભાવિત થઈને પોતાના વતનના ગામ માટે આર્થીક જરૂરિયાત પૂરી પાડવાની જવાબદારી ઉપાડી લેતા. આવી રીતે સાધન સંપન્ન રીતે સુખી માણસો આર્થીક તેમજ અન્ય રીતે સહયોગ કરતા. આવી જ રીતે આજ સુધીમાં મથુરભાઈના પ્રયત્નો થી જુદા જુદા ગામોને કરોડો રૂપિયાનું આર્થીક યોગદાન મળેલું છે જેના દ્વારા સંખ્યા બંધ ગામોમાં સામુહિક ધોરણે ચેકડેમ યોજના બની શકી છે
- સૌરાષ્ટ્ર જલધારા ટ્રસ્ટનાં જે.સી.બી. મશીનો દ્વારા સહયોગ :-
સૌરાષ્ટ્ર જલધારા ટ્રસ્ટના ૪૦ જે.સી.બી. મશીનો છે તેના દ્વારા ગામડે ગામડે ચેકડેમ, તળાવો અને ખેત-તલાવડી બનાવવા માટે તેમજ ચેકડેમ અને તળાવો ઉકેલવા (ઉંડા કરવા) માટે આપવામાં આવે છે. જે ગામ સામુહિક ધોરણે ચેકડેમ યોજના બનાવવા આગળ આવે છે તેવા ગામોમાં પાયાનું ખોદકામ તેમજ તળાવો ઊંડા કરવા માટે ફક્ત ડીઝલ ખર્ચે આપવામાં આવે છે. આવી રીતે સૌરાષ્ટ્ર જલધારા ટ્રસ્ટનાં જે.સી.બી. મશીનો સતત ૧૩ વર્ષ સુધી ચલાવવા માં આવ્યા જેની ગણતરી કરીએ તો દા.ત. ૧ મશીન રોજે ૧ કલાકે ૧૭ બ્રાસ માટી કાઢે તો તેનું માર્કેટમાં એક કલાકનું ૬૦૦ રૂપિયા ભાડું હોય છે. તો તેનું એક બ્રાસ ખોદકામનું ભાડું ૩૫.૫૦ રૂપિયા થાય. પરંતુ સૌરાષ્ટ્ર જલધારા ટ્રસ્ટના ૪૦ જે.સી.બી. મશીનો દ્વારા થયેલ કામને માર્કેટ ભાવ મુજબ ગણીએ તો રૂ. ૭૮,૪૫,૫૦૦૦૦/- નું કામ થયું અને તેનું ડીઝલ એક કલાકે ૧ મશીનમાં ૬ લીટર વપરાય તો ટ્રસ્ટનાં ૪૦ જે.સી.બી. મશીનો ૧૩૦૦૦૦૦ કલાક ચાલેલ છે અને આજ સુધીમાં ૭૮,૦૦૦૦૦ લીટર ડીઝલ વપરાયેલું છે તેને હાલનાં માર્કેટ ભાવ રૂ.૪૦/- મુજબ ગણાતા રૂ. ૩૧,૨૦,૦૦૦૦૦/- નો ખર્ચ થાય તે બાદ કરતા સૌરાષ્ટ્ર જલધારા ટ્રસ્ટના ૪૦ જે.સી.બી. મશીનો દ્વારા સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉતર ગુજરાતના ગામ લોકોને તળાવો અને ચેકડેમો ઉકેલવા માટે રૂ.૪૭,૨૫,૫૦૦૦૦/- નો ફાયદો થયો આવી રીતે આજ સુધીમાં સંખ્યાબંધ ગામોમાં ચેકડેમ, તળાવો અને ખેત-તલાવડી બનાવવામાં આવ્યા છે. આ તળાવો બનાવવાની યોજનામાં સરકારશ્રીનો કોઈ સહયોગ લેવામાં આવેલ નથી માત્ર સૌરાષ્ટ્ર જલધારા ટ્રસ્ટ અને ગામ કમિટીના સહયોગથી જ આ તળાવો બનાવવામાં આવ્યા છે જે ખુબજ ધ્યાન ખેંચે તેવી ઘટના છે.
- સંખ્યાબંધ ચેકડેમોનું નિર્માણ અને મોટા ચેકડેમોમાં ટ્રસ્ટની સામેલગીરી :-
સૌરાષ્ટ્ર જલધારા ટ્રસ્ટનાં પ્રમુખ મથુરભાઈ સવાણીનાં જનજાગૃતિના અવિરત પ્રયાસોથી સામુહિક ધોરણે ચેકડેમ યોજના અમલમાં મુકવાનું જે વાતાવરણ પેદા કરવામાં આવ્યું ગામો ગામ ટ્રસ્ટ દ્વારા જે જન- જાગૃતિ લાવવામાં આવી તેના ખુબ સારા પરિણામો મળ્યા. અને ટ્રસ્ટનાં પ્રમુખ મથુરભાઈ સવાણીનાં પ્રયત્નોથી સરકારશ્રીએ જે ૬૦:૪૦ ની લોક્ભાગીદારીવાળી “સરદાર સહભાગી જળસંચય યોજના” જાહેર કરી પરિણામે લોકોના સહકારથી તથા ટ્રસ્ટીઓની આર્થીક મધ્યસ્તીથી સંખ્યાબંધ ગામોમાં ચેકડેમોનું નિર્માણ કર્યું. સૌરાષ્ટ્રમાં નાની મોટી ૨૦૦ જેટલી નદીઓ આવેલી છે સરુઆતમાં સરકારશ્રી તરફથી નાના એટલે કે રૂ. ૬ લાખ સુધીના ચેકડેમો મંજુર થતા હતા. પરંતુ મોટી નદિઓ ઉપર કામ કરવાની એટલીજ જવાબદારી મથુરભાઈ સવાણી સમજતા હતા તેમણે સરકારશ્રીને મોટી નદીઓ ઉપર ચેકડેમ બાંધવાની રજૂઆત કરી અને સરકારે એક કરોડની કીમત સુધીના ચેકડેમોની લોક્ભાગીદારીવાળી યોજનાની જાહેરાત કરી આવા મોટા ચેકડેમો બાંધવાના હોય તેથી ટ્રસ્ટે પોતાના ખર્ચે ટેકનીકલ સ્ટાફ તથા વહીવટી સ્ટાફની નિમણુંક કરી હતી અને સરકાર તરફથી વર્કઓડર સીધો જ સૌરાષ્ટ્ર જલધારા ટ્રસ્ટનાં નામે આવતો ટ્રસ્ટના ટેકનીકલ માણસો સર્વે કરી સ્થરની પસંદગી, નદીની પહોરાઈ, વરસાદમાં પાણીનો આવરો પાયામાં રહેલ કુદરતી પથ્થરો, વગેરેને આધારે ડીઝાઈ તૈયાર કરી સરકારશ્રીમાં ફાયલ મંજુર કરાવીને માત્ર ૮ થી ૧૦ દિવસમાં જ કામ ચાલુ થઇ જતું આ ૬૦:૪૦ ની લોક્ભાગીદારીવાળી યોજનામાં કામના ૬૦% રકમ સરકારશ્રી તરફથી મળતી અને ૪૦% રકમ ગામ લોકો ભેગી કરતા આવી રીતે સૌરાષ્ટ્ર જલધારા ટ્રસ્ટ દ્વારા સંખ્યાબંધ ચેકડેમો બનાવવામાં આવ્યા છે
- સંસ્થા તરફથી ગામ કમિટીઓને તેમજ સહયોગીઓને સન્માનિત કરવા :-
સૌરાષ્ટ્ર જલધારા ટ્રસ્ટનાં આ જળસંચય અભિયાનમાં ઘણા લોકોનો ફાળો છે આમાં મુખ્યત્વે ગામ્કામીતીઓની મુખ્ય ભૂમિકા રહેતી આ કમિટીમાં વિવિધ જ્ઞાતિના કાર્યક્ષમ તથા સ્વચ્છ પ્રતિભા ધરાવતા આગેવાનો હતા જેઓં આખા ગામને સાથે રાખીને આ યોજનાને આગળ ધપાવતા આખા ગામનું આર્થીક યોગદાન સમયસર ભેગું કરતા, ચેકડેમનું કામ ચાલુ હોય તેવા સમયે કામની ગુણવતા જળવાય રહે તેનું ધ્યાન રાખતા, શ્રમદાન તથા સ્થાનિક રીતે મળતા માલ સમાનનો ઉપયોગ કરીને જેટલી બચત થાય તેટલી બચત કરીને આ યોજનામાં મહત્વનું યોગદાન આપતા ઉપરાંત ધંધા અર્થે ભાર ગયેલા લોકોનું યોગદાન મળે તેનું ધ્યાન રાખતા આવી રીતે જેમણે પોત પોતાના ગામમાં ગામનું કામ એ પોતાનું કામ સમજીને નિષ્ઠા પૂર્વક ફરજ બજાવીને કામ કર્યું હોય, તેવા આગેવાનોને કરેલા કામની જાહેરમાં કદર થાય તે માટે મુખ્યમંત્રીશ્રીના હસ્તે જાહેરમાં સન્માનપત્ર આપીને સન્માનિત કરવામાં આવતા હતા આવા ઘણા બધા ગામના આગેવાનોને સન્માનિત કરવામાં આવેલા છે.