સૌરાષ્ટ જલધારા ટ્રસ્ટ
સમગ્ર ગુજરાતમાં વરસાદી પાણીને રોકવા અને રોકેલા પાણીનો કરકસર પૂર્વક ઉપયોગ કરવા, વરસાદી પાણીને રોકવા જન-જાગૃતિના વિવિધ કાર્યક્રમો યોજવા, અસરકારક ચેકડેમ યોજનાના સફળ અને આકર્ષક પરિણામોની રજૂઆત કરવા, લોકોને સરળ, સસ્તી, ઝડપી, અને સહિયારી ચેકડેમ યોજના અમલમાં મુકવા પ્રોત્સાહિત કરવા, ગામ સમિતિને આવી યોજના માટે જરૂરી નાણાકીય વ્યવસ્થા અંગે માર્ગદર્શન આપવા તથા સરકાર તેમ જ દાતાઓ તરફથી આર્થિક સહયોગ મળી રહે તે માટેના પ્રયત્નો કરવા, રોકેલા પાણીનો વૈજ્ઞાનિક સિંચાઈ પધ્ધતિથી ઉપયોગ થાય તથા વૃક્ષારોપણ અને પર્યાવરણને લગતી પ્રવ્રુતિઓ કરવા ગામ લોકોને પ્રોત્સાહિત કરવા માટે સૌરાષ્ટ્ર જલધારા ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી. આ ટ્રસ્ટમાં ૩૭ ટ્રસ્ટીઓ છે, જેમાં મોટા ભાગના ધંધાર્થે સુરત કે મુંબઈ માં સ્થાયી થયેલા સમૃધ્ધ ઉદ્યોગપતિઓ અને અગ્રણી વેપારીઓ છે કે જેઓ તેમના વતનમાં પાણીની કટોકટીના કાયમી ઉકેલ માટે સંકલ્પબધ્ધ છે.
આપનો દેશ ખેતી પ્રધાન દેશ હોવાથી ટ્રસ્ટનો મુખ્ય હેતુ ખેતીની સમૃધ્ધી લાવી, ખેતી સાથે સંકળાયેલ તમામ વર્ગના લોકોમાં એકતા લાવી, તેમનું આર્થિક, સામાજિક, અને શૈક્ષણીક જીવન ધોરણ ઊંચું લાવવનો તથા પર્યાવરણ સુધારવાનો છે.